મુંબઈ :2 જૂને અમિતાભ બચ્ચનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ગુલાબો સીતાબો’ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રીલિઝ થવા જઈ રહી છે. કોરોનાને કારણે આ પહેલી મોટી બોલિવૂડ મૂવી હશે જે ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે.
અમિતાભે ફેનના સવાલનો રમૂજી જવાબ આપ્યો
આ દરમિયાન બિગ બીના ચાહકને લાગે છે કે, અમિતાભ બચ્ચન જેવી વ્યક્તિ મોટા પડદા પર દેખાવી જોઈએ. તેમના કહેવા પ્રમાણે, એમેઝોન પ્રાઇમ કેવી રીતે અમિતાભ બચ્ચનને નાના પડદા પર ફીટ કરી શકશે. આ બાબત ચાહકોને આશ્ચર્યજનક લાગે છે. તો હવે બિગ બીએ ફેન્સના આ સવાલનો જવાબ પોતાની શૈલીમાં આપ્યો છે. અમિતાભ બચ્ચને લખ્યું- ‘घर में नहीं दाने , अम्मा चलीं भुनाने” !!! ‘
https://twitter.com/SrBachchan/status/1270818102658228224
અમિતાભ બચ્ચનના આ જવાબને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. કોરોનાને કારણે, પહેલા જેવું કંઈ રહ્યું નથી. હવે સ્ટાર્સ ફિલ્મના પ્રમોશન માટે શહેરમાં જઈ શકાશે નહીં. આથી જ અમિતાભ બચ્ચન પોતાની શૈલીથી ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. તે સોશિયલ મીડિયા પર ગુલાબો સીતાબોથી સંબંધિત પોસ્ટ્સ સતત લખે છે. આ સિવાય પડદા પાછળના વીડિયો પણ શેર કરવામાં આવી રહી છે.