મુંબઈ : કોરોનાને કારણે દેશભરમાં ફસાયેલા પરપ્રાંતિય મજૂરોની મદદ માટે સેલેબ્સ આગળ આવી રહ્યા છે. સોનુ સૂદ, પ્રકાશ રાજ, સ્વરા ભાસ્કર અને અમિતાભ બચ્ચન એવા સ્ટાર્સ છે જેમણે પરપ્રાંતીય મજૂરોને તેમના ઘરે પહોંચાડવાની કામગીરી હાથ ધરી છે.
બિગ બીએ પરપ્રાંતિય મજૂરોને મદદ કરી
અમિતાભ બચ્ચન પહેલા પણ યુપીના પરપ્રાંતિય મજૂરોને તેમના ઘરે પહોંચાડી ચુક્યા છે. હવે બિગ બીએ પરપ્રાંતિયો માટે 6 ચાર્ટર્ડ ફ્લાઇટ્સની વ્યવસ્થા કરી છે. અમિતાભ બચ્ચન દિગ્દર્શિત તેમની કંપની એબી કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ યાદવે આ 6 ચાર્ટર્ડ ફ્લાઇટ્સની વ્યવસ્થા કરી છે. જેથી યુપીના વતની પરપ્રાંતિય મજૂરોને વિવિધ સ્થળોએથી પરિવહન કરી શકાય.
10 જૂન, બુધવારે સવારે બે ફ્લાઇટ રવાના કરવામાં આવી છે. ત્રીજી ચાર્ટર્ડ ફ્લાઇટ આજે બપોરે આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઉપડશે. આ દરમિયાન એબી કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ યાદવ ત્યાં હાજર રહેશે. આ પહેલા બિગ બી યુપીના પરપ્રાંતિય મજૂરોને માર્ગ દ્વારા તેમના ઘરે પહોંચાડી ચુક્યા છે.