મુંબઈ : બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભે એક દિવસ પહેલા કોરોના રસીનો પહેલો ડોઝ લીધો છે. આ માહિતી તેણે પોતાના બ્લોગ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આપી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે અભિષેક બચ્ચન સિવાય તેમના પરિવારના બધા સભ્યોને કોરોના રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે.
અમિતાભ બચ્ચને પોતાની ટ્વિટમાં લખ્યું છે, “લગાવી લીધી, મેં આજે બપોરે કોરોના રસી લગાવી લીધી છે. બધુ બરાબર છે.” આ સાથે, તેમણે તેમના ટ્વિટમાં હાથ જોડતા ઇમોજીનો પણ સમાવેશ કર્યો. આ સિવાય, તેમણે બ્લોગમાં કોવિડ રસી લગાવ્યાના અનુભવને વિગતવાર લખ્યો છે. તેમણે લખ્યું, “ડન … રસી લગાવી લીધી છે … બધુ બરાબર છે. ગઈકાલે મારો પરિવાર અને સ્ટાફનો કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો.”
જુઓ અમિતાભ બચ્ચનનું ટ્વીટ અહીં-
https://twitter.com/SrBachchan/status/1377689027327893505
અભિષેકે રસી લગાવી ન હતી
અમિતાભે આગળ લખ્યું છે કે, “આજે તેનું પરિણામ આવ્યું … બધું સારું હતું, દરેકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો … તો રસી મુકી હતી .. અભિષેક બચ્ચન સિવાય આખું કુટુંબ કોરોના રસી લગાવી ચૂક્યું છે.. હાલમાં તે શૂટિંગ માટે લોકેશન પર છે અને થોડા દિવસોમાં જલ્દી આવશે … આવતી કાલે ફરીથી કામ પર જઈશ.”
ઐતિહાસિક અનુભવ
આ સિવાય અમિતાભ બચ્ચને એમ પણ લખ્યું હતું કે તેની અને તેના પરિવારની રસી લેવાની પ્રક્રિયા અંગેનો બ્લોગ લખવાની જરૂર છે … તે પછી તેના વિષે લખશે … તેમના માટે તે ખૂબ ઐતિહાસિક હતું. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે જુલાઈના અંતમાં અમિતાભ બચ્ચનને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. તેઓ લગભગ એક મહિના સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા.