મુંબઈ : ચાહકો અમિતાભ બચ્ચનને ખૂબ જ ચાહે છે. બચ્ચન પણ તેના ચાહકોના આ પ્રેમને માન આપે છે. એવું ઘણી વખત બન્યું છે કે, કોઈ પ્રશંસકે અમિતાભ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હોય અને તેણે ચાહકની પ્રશંસા કરી હોય. ફરી એકવાર અમિતાભ બચ્ચન તેના ખાસ ચાહક માટે કંઈક આવું જ કરી રહ્યા છે. અમિતાભે તેના એક પ્રશંસકે બનાવેલી પેઇન્ટિંગ શેર કરી છે.
પેઇન્ટિંગની વિશેષ વાત એ છે કે તેને બનાવનાર અમિતાભનો ફેન દિવ્યાંગ છે. ફેને અમિતાભની ફિલ્મ ‘ગુલાબો સીતાબો’નું પાત્ર મિરઝાની પેટીંગ બનાવી છે. ફેન અને તેની કળાનો ફોટો શેર કરતી વખતે અમિતાભ લખે છે- તે આયુષ છે. દિવ્યાંગ. તેઓ તેમના હાથનો ઉપયોગ કરી શકતા નથી, તેથી તેઓ પગથી પેઇન્ટિંગ્સ બનાવે છે. મારા ઘરે તેમને મળવાનો મને લહાવો મળ્યો હતો. ભગવાન તેમને અને તેમની પ્રતિભાને આશીર્વાદ આપે. તેઓએ મને આ ભેટ આપી છે.
https://twitter.com/SrBachchan/status/1274222336363782144