મુંબઈ : કોરોના વાયરસ તેની ખતરનાક અસર દેશથી દુનિયા સુધી બતાવી રહ્યો છે. આ જ કારણ છે કે પીએમ મોદીએ 21 દિવસ માટે આખા દેશને લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. બોલીવુડના ખ્યાતનામ પણ કોરોના વાયરસથી સેલ્ફ આઇસોલેશન સંબંધિત ઘણા અપડેટ્સ શેર કરી રહ્યાં છે. સુપરસ્ટાર અમિતાભ બચ્ચને પણ એક આવું જ અપડેટ શેર કર્યું છે, જેના દ્વારા ભારતમાં કોરોના વાયરસ વિશે માહિતી એકત્રિત કરી શકાય છે.
અમિતાભે ટ્વીટ કરીને લખ્યું છે કે, આખરે ભારતને તેનો કોરોના ડેશબોર્ડ મળી ગયો છે. આ કોરોના વાયરસ સંબંધિત અપડેટ્સ માટેની સત્તાવાર વેબસાઇટ છે. આ વેબસાઇટ દર ચાર કલાકે અપડેટ કરવામાં આવે છે. તમે તેને ખોલી શકો છો, તેને જોઈ શકો છો, નીચે સ્ક્રોલ કરીને વધુ માહિતી મેળવી શકો છો. આ ડેશબોર્ડની સહાયથી, તમારા રાજ્ય પર આંગળીઓ રાખો અને તમે તમારા રાજ્યની સ્થિતિ અને ત્યાંના કુલ કોરોના દર્દીઓ અંગે માહિતી મેળવી શકશો.
T 3481 – Finally India got its Carona Dashboard
This is the official website for CORONA updates. Updating every 4 hrs..
open it .. see .. scroll down for more details .. place finger on your State and get the numbers info ..https://t.co/uNyPkG2luF pic.twitter.com/akg3Kj5Sbt— Amitabh Bachchan (@SrBachchan) March 25, 2020