મુંબઈ : ફિલ્મ સેલિબ્રિટીઝ સતત કોરોના વાયરસ અને લોકડાઉન વિશે પોસ્ટ કરે છે. કેટલાક તેમના અનુભવો સંભળાવતા હોય છે અને કેટલાક જુના દિવસો યાદ કરે છે. કોઈ જીવનની નવી ફિલસૂફી વિશે વાત કરી રહ્યું છે. આ દરમિયાન અમિતાભ બચ્ચને એક પોસ્ટમાં ક્વોરેન્ટીન દિવસો વિશે સારી વાત કહી છે, જેના કારણે લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે. ક્વોરેન્ટીન દિવસોમાં, તેણે સંબંધ વિશે એક પોસ્ટ શેર કરી છે.
અમિતાભ બચ્ચને પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહ્યું છે કે, ચાલો મનના કોઈ પણ ખૂણામાં કોઈના વિશેની કડવાશને ક્વોરેન્ટીન (quarantine) કરીએ, શું ખબર કોઈ સંબંધ વેન્ટિલેટર પર જતો અટકી જાય. અમિતાભ બચ્ચનની આ વિચારની પ્રશંસા થઈ રહી છે. ચાહકો ખુબ વધામણા આપી રહ્યા છે.
બિગ બી લોકડાઉનમાં પણ સક્રિય છે
લોકડાઉન દરમિયાન પણ, અમિતાભ બચ્ચન માત્ર સક્રિય જ નહીં, પણ કાર્યરત પણ છે. તાજેતરમાં જ તેણે ઘરે બહાર ન ‘જઇને કૌન બનેગા કરોડપતિ’ની આગામી સીઝનનો પ્રોમો શૂટ કર્યો હતો. જણાવી દઈએ કે, ‘કૌન બનેગા કરોડપતિ’ની આગામી સીઝન આવી રહી છે, જેના માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગઈ છે.