ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ હાલ 6 દિવસ માટે ભારત યાત્રા પર છે. તેમણે ગુજરાતની મુલાકાત બાદ ગઈ કાલે મુંબઈની મુલાકાત લીધી હતી, આ સમય દરમિયાન, તેમણે ‘શાલોમ બૉલીવુડ’ કાર્યક્રમમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગની હસ્તીઓને પણ મળ્યા હતા.નેતન્યાહૂએ અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા બચ્ચન, અભિષેક બચ્ચન, કરણ જોહર, ઇમ્તિયાઝ અલી, મધુર ભંડારકર, વિવેક ઓબેરોય અને પ્રસૂન જોશી સહિત અનેક ફિલ્મ ઉદ્યોગની હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ અને તેમના પત્ની મુંબઈમાં બોલિવુડ હસ્તિઓને મળીને ખુશ થઈ ગયા હતા. દરમિયાન નેતન્યાહૂએ બોલિવૂડની ભારે પ્રશંસા કરી હતી.
તેમણે ડિયર મિત્રો સાથે તેમનું ભાષણ શરૂ કર્યું. આ સમય દરમિયાન તેમણે બીગ બીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે મેં વિચાર્યું કે હું એક મહાન સેલિબ્રિટી છું અને એક મહાન વ્યક્તિ છું, પરંતુ જ્યારે બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન વિશે મને જાણવા મળ્યું ત્યારે અહેસાસ થયો કે તેમની પાસે મારાથી વધુ 30 મિલિયન(3 કરોડ) કરતા વધુ Twitter followers છે, હવે હું સંપુર્ણ પણે નિ:શબ્દ છુ.
નેતન્યાહૂ બોલિવૂડને ઈઝરાયલમાં આમંત્રણ આપતા કહ્યું હતું કે, અમે ઈઝરાયલમાં બોલિવૂડ જોવા માગીએ છીએ. અમારી પાસે ફક્ત ટેકનોલોજી જ નહીં પરંતુ રચનાત્મકતા પણ જોવા મળશે.આ પછી, અમિતાભ બચ્ચને નેતન્યાહૂ અને બોલિવૂડ હસ્તિઓ સાથે સેલ્ફી લીધી.નેતન્યાહૂએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર આ સેલ્ફીને શેર કરી અને એક કેપ્શન આપ્યો, ‘શું મારી બૉલીવુડની સેલ્ફી ઓસ્કારમાં હોલીવુડ સેલ્ફીને માત અાપી શકશે?’વધુમાં તેમણે બોલિવૂડના વખાણ કરતાં કહ્યું હતું કે, ઈઝરાયલ બોલિવૂડને પસંદ કરે છે અને હું પણ બોલિવુડને પસંદ કરું છું. અમે સિનેમા પર તાજેતરમાં જ એક બિલ પાસ કર્યું છે. સિનેમા માટે 40 લાખ શેકલ્સનું રોકાણ કર્યું છે.તમે અમારા દેશમાં આવો, અમે સિનેમામાં હજુ પણ વધુ રોકાણ કરીશું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતન્યાહૂના ટ્વિટને રિ-ટ્વિટ કરીને લખ્યું હતું કે, “વન્ડરફુલ બોન્ડિંગ વડાપ્રધાન.”


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.