મુંબઈ : બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે, હાલના દિવસોમાં તેની વોલ પર જબરદસ્ત વસ્તુઓ જોવા મળે છે. હવે અમિતાભ બચ્ચને તેના ટ્વિટર એકાઉન્ટ પર એક વિડીયો શેર કરીને લોકોનો આજનો દિવસ આનંદમય બનાવી દીધો છે. વિડીયો એટલો સરસ છે કે, બીગબી પણ હાસ્ય વગર રહી શક્યા નહીં. આ સાથે આ વાયરલ વિડીયો પર બીગબીના શાનદાર કેપશને તેને ડબલ મજેદાર બનાવી દીધો છે.
અમિતાભ બચ્ચનના ચાહકો, જેઓ આ કૅપ્શન સાથે આ વિડીયો જોઈ રહ્યા છે, તેઓ પણ પોતાની હસી રોકી શકતા નથી. બીગ બીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નાના બાળકનો વિડીયો શેર કર્યો છે. જેમાં બાળક તેના પિતાની ખોરાક પ્લેટની સામે જોઈને જીભ બહાર કાઢી ખાવા માટે આતૂર હોય તેવા એક્સપ્રેશન આપી રહ્યું છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
are yaar de do na bichaare ko khaana ???? https://t.co/HmPwQqIpx8
— Amitabh Bachchan (@SrBachchan) June 14, 2019