અમિતાભ બચ્ચનની તબીયત લથડી છે. તેમણે આ માહિતી તેમના બ્લોગમાં આપી હતી.અમિતાભ હાલમાં ઠગ્સ અોફ હિન્દુસ્તાન ફિલ્મના શુટિંગ માટે રાજસ્થાનમાં છે.તેમણે પોતાના બ્લોગમાં જણાવ્યું હતું કે તેમની તબીયત લથડી છે.તેથી, સારવાર માટે મુંબઇ પરત ફરી રહ્યા છે.
સમાચાર અનુસાર, અમિતાભ એક ચાર્ટર્ડ પ્લેનથી મુંબઈ પરત આવશે.થોડા દિવસ પહેલાંજ અમિતાભનું કોકિલાબેન હોસ્પિટલમાં નિયમિત ચેકઅપ કરવામાં અાવ્યુ હતુ.અમિતાભ બચ્ચને બ્લોગમાં લખ્યું હતું કે, “સવારે 5 વાગ્યે, નવી સવારની શરૂઆત, કેટલાક લોકો કામ કરે છે અને જીવિત રહેવા માટે સખત મહેનત કરે છે.તે મુશ્કેલ છે, કોઈપણ મુશ્કેલી વિના, કંઈ પ્રાપ્ત થશે નહીં, ખુબજ સંઘર્ષ, નિરાશા અને પીડા હશે,આપણા બધાની પણ આશા પૂર્ણ થશે અને ક્યારેક થશે નહીં.તેમણે લખ્યું, ‘મારું શરીર તપાસવા માટે હું કાલે મારા ડોકટરોની ટીમને બોલાવીશ અને તેઓ મને ફરી પાછો સેટ કરશે.હું આરામ કરીશ અને આગળ શું થયું તે માટે તમને જાણ કરીશ.
ઠગ્સ અોફ હિન્દુસ્તાનને હોલીવુડ ફિલ્મ પાયરેટસ ઓફ ધ કેરેબિયનની ભારતીય રિમેક માનવામાં આવે છે.અા ફિલ્મમાં કેટરિના કૈફ મહત્વની ભૂમિકા નિભાવી રહી છે.અત્યારે તો અમિતાભના હજારો પ્રશંસકો તેમની સાજા થવાની રાહ જોઈ રહ્યા છે.