શ્રીદેવીના અચાનક થયેલા નિધનથી તેમના પરિવારજનો પણ આભ તૂટી પડ્યું છે, તમામને ઊંડો આઘાત લાગ્યો છે, મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને પણ ઊંડો આઘાત લાગ્યો છે. એક જમાનો હતો જ્યારે અમિતાભ અને શ્રીદેવીની કેમેસ્ટ્રી ફિલ્મી પડદા પર આગ લગાવી દેતી હતી, લોકો તાળીઓ અને સીટીઓથી આ જોડીનું સ્વાગત કરતા હતા.. અને આજે શ્રીદેવીએ પરિવાર અને ફેન્સને રોતા રાખીને આ દુનિયાને અલવિદા કહી દીધું છે.
“रहने को सदा देहर में आता नहीं कोई
तुम जैसे गये ऐसे भी जाता नहीं कोई”~ कैफ़ि आज़मी.
દુઃખની આ ઘટીમાં અમિતાભ બચ્ચને પોતાની કૉ-સ્ટાર અને ફ્રેન્ડ શ્રીદેવીને યાદ કરીને ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું છે, ‘રહને કો સદા દેહર (દુનિયા)મેં આતા નહીં કોઈ, તુમ જૈસે ગયે એસે ભી જાતા નહીં કોઈ.. જાવેદ અખ્તર સાહેબે આ શેર મને શ્રીદેવીના અંતિમ સંસ્કાર દરમિયાન સંભળાવ્યો હતો અને કહ્યું હતું કે આ ગુરુ દત્ત સાહેબના નિધન પર લખાયો હતો, પણ આજે પણ તે વ્યાજબી છે.’
જણાવી દઈએ કે 24મી ફેબ્રુઆરીએ દુબઈમાં શ્રીદેવીનું નિધન થઈ ગયું હતું, જેના કારણે ફોરેન્સિક રિપોર્ટમાં ‘દુર્ઘટનાવશ ડૂબવું’ કારણ દર્શાવાયું. જોકે, શ્રીદેવીના નિધનની ખબરના એક દિવસ પહેલા અમિતાભ બચ્ચને કંઈક આવું ટ્વીટ કર્યું હતું જેણે બધાને હલાવીને મૂકી દીધા હતા. આ ટ્વીટમાં અમિતાભ બચ્ચેને અજીબ ગભરામણ હોવાનો ઉલ્લેખ કર્યો હતો અને તેના બીજા દિવસે શ્રીદેવીના આકસ્મિક નિધનની ખબર આવી.