બૉલીવુડ અભિનેત્રી એમી જેક્સન પોતાની પ્રેગ્નન્સીના છેલ્લા સ્ટેજ પર પહોંચી ગઈ છે. એક તસવીર પોસ્ટ કર્તાની સાથે જ અભિનેત્રીએ કહ્યું હતું કે તેમની પ્રેગ્નન્સીના 35 અઠવાડિયા થઇ ચુક્યા છે. હાલમાં જ એમીએ પોતાના આવનારા બાળકને લઈને એક ખુલાસો કર્યો છે. એક પાર્ટી દરમિયાન એમીએ જણાવ્યું કે તેમને “બેબી બોય” થશે. પાર્ટી દરમિયાનનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઇ રહ્યો છે.
આ વીડિયોને અભિનેત્રીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો છે. વાઇરલ થઇ રહેલા વીડિયોમાં અભિનેત્રી “જેન્ડર રીવીલ પાર્ટી”માં અચાનક માઈકમાં જોરથી બોલીને કહે છે કે તેમને દીકરો થશે. આ પાર્ટીમાં એમી જેક્સને બ્લુ કલરનો ડ્રેસ પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ વિડીયો ઇન્ટરનેટ જગતમાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે.
થોડા દિવસ પહેલા એમી જેકાં અને તેના મંગેતર એવા જોર્ડ પાનાઈયોટોની સ્વિમિંગ પુલની તસવીરો વાઇરલ થઇ હતી. આ તસવીરોના અભિનેત્રી બેબી બમ્પ અને પોતાના મંગેતર સાથે મસ્તી મજાક કરતી સ્વિમિંગ પુલમાં જોવા માટે મળી રહી હતી. ફોટોમાં એમી પોતાનો બેબી બમ્પ પર ફલાન્ટ કરી રહી હતી. આ તસવીરો પર તેમના ફેન્સે ખૂબ જ કોમેન્ટ કરી છે.