મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેએ ખૂબ જ નાની ઉંમરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે. અનન્યાના ચાહકો તેની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. હાલ તે તેની આગામી ફિલ્મ ‘ખાલી-પીલી’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે ઇશાન ખટ્ટર જોવા મળશે.
અનન્યા પાંડેએ તાજેતરમાં જ તેની આગામી ફિલ્મ ‘ખાલી-પીલી’નું લગભગ 23 કલાક સુધી શૂટિંગ કર્યું હતું. આઈએએનએસ અનુસાર, ‘અનન્યા શૂટ અને અન્ય પ્રોજેક્ટ્સ વચ્ચે ઘેરાયેલી છે. તાજેતરમાં જ ‘ખાલી-પીલી’ના શૂટિંગ દરમિયાન તેણે સવારે આઠ વાગ્યે શૂટિંગ શરૂ કર્યું હતું અને બીજા દિવસે સવાર સુધી શૂટિંગ ચાલુ રાખ્યું હતું. તેણે આ ફિલ્મ માટે 23 કલાક સતત શૂટિંગ કર્યું છે.