મુંબઈ : આગામી ફિલ્મ ‘પતિ પત્ની ઓર વો’ ની ટીમ રવિવારે સલમાન ખાનના શો ‘બિગ બોસ 13’ ના સેટ પર જોવા મળશે, આ મનોરંજક એપિસોડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો છે. કારણ કે આ શોમાં અનન્યા પાંડેએ સલમાન ખાનના પ્રશ્નોના ખુબ જ આડા-અવળા જવાબો આપ્યા છે.
હકીકતમાં, આજકાલ, આગામી ફિલ્મ પતિ પત્ની ઓર વો’ની કાસ્ટ કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડે જોરદાર શૈલીમાં ફિલ્મના પ્રચારમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં હવે આ ત્રણ સ્ટાર્સ સુપરસ્ટાર સલમાન ખાનના શોમાં પહોંચી ગયા હતા અને ખૂબ મસ્તી કરી હતી. આ શો રવિવારે એટલે કે આજે (1 ડિસેમ્બરે) પ્રસારિત થશે. જુઓ વિડીયો…