મુંબઈ : અભિનેતા અંગદ બેદીની ઘૂંટણની સર્જરીના કારણે આ દિવસોમાં તે હોસ્પિટલમાં દાખલ છે. પરંતુ હોસ્પિટલમાં પણ તે પુત્રી મેહર સાથે મસ્તી કરી રહ્યો છે. અંગદે હોસ્પિટલનો બૂમરેંગ વીડિયો શેર કર્યો છે, જેમાં મેહર તેને ચાલવામાં મદદ કરે છે.
વીડિયોમાં અંગદને વોકરની મદદથી ચાલતો જોઇ શકાય છે. અંગદ વોકરની એક તરફ છે, જ્યારે મેહર તેની સામે ઉભી છે. તેણે પોતાનો એક પગ પાપા અંગદના પગ પર મૂક્યો છે. વીડિયોની સાથે જ અંગદે લખ્યું- ‘સાડી જાન! વાહેગુરુ મેહર કરે… બહુ કિંમતી ઉપહાર !!! તમારા આશીર્વાદ માટે ખૂબ ખૂબ આભાર ‘. અંગદ બેદી અને નેહા ધૂપિયા ઘણીવાર તેમની પુત્રી મેહર ધૂપિયા બેદી સાથે તસવીરો શેર કરે છે.