મુંબઈ : બોલિવૂડ એક્ટર ઇરફાન ખાન લાંબા સમય પછી સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે. ઇરફાન ખાનના ચાહકો તેની આગામી ફિલ્મ ‘અંગ્રેજી મીડીયમ’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે ઇરફાન ખાનની ફિલ્મનું ગીત રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં આલિયા ભટ્ટ, કેટરિના કૈફ, અનુષ્કા શર્મા, જાહ્નવી કપૂર અને અન્ય અભિનેત્રીઓ જોવા મળી છે.
આ ગીતમાં ફિલ્મની મુખ્ય અભિનેત્રી રાધિકા મદન સાથે જાહ્નવી, કિયારા અડવાણી અને અનન્યા પાંડે પણ જોવા મળશે. ફિલ્મનું શીર્ષક ‘કુડી નુ નચન દે’ છે. ગીતમાં મહિલાઓ ઉજવણી કરતી જોવા મળી રહી છે. આ ગીતને વિશાલ દાદલાનીએ જાદુઈ અવાજ આપ્યો છે. હોમી અડાજનીયા આ ફિલ્મના ડાયરેક્ટર છે. તેણે ગીતમાં બધી અભિનેત્રીઓની હાજરી અંગે ખુશી વ્યક્ત કરી છે.