Anushka Sharma : અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ફરી એકવાર પેરેન્ટ્સ બન્યા છે. અભિનેત્રી અનુષ્કા શર્માએ પુત્રને જન્મ આપ્યો છે. આ કપલે ખુદ ફેન્સને આ ખુશખબર આપી છે. દંપતીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં પુત્રનું નામ પણ જાહેર કર્યું છે.
અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીએ તેમના ફેન્સને ખુશખબર આપી છે. આ કપલ બીજી વખત પેરેન્ટ્સ બન્યું છે. અભિનેત્રી અનુષ્કાએ પુત્રને જન્મ આપ્યો છે. મંગળવારે, 20 ફેબ્રુઆરી, 2024 ના રોજ, અનુષ્કા શર્મા-વિરાટ કોહલીએ પોતે એક સુંદર પોસ્ટ દ્વારા સોશિયલ મીડિયા પર તેમના બીજા બાળકના જન્મના સારા સમાચાર શેર કર્યા.