મુંબઈ : ‘પાતાલ લોક’ની સફળતા બાદ અનુષ્કા શર્મા તેના બીજા પ્રોજેક્ટ માટે તૈયાર છે. 10 જૂન, બુધવારે અનુષ્કા શર્માએ તેના નિર્માણમાં બનેલી ફિલ્મ ‘બુલબુલ’નો ફર્સ્ટ લુક રજૂ કર્યો હતો. આ ફિલ્મ 24 જૂને નેટફ્લિક્સ પર રિલીઝ થશે.
બુલબુલનું ફર્સ્ટ લૂક રિલીઝ
બુલબુલ એક રહસ્યમય, રોમાંચક મૂવી છે. આ ફિલ્મના લુક પોસ્ટરમાં એક છોકરી ઝાડની ડાળીઓમાંથી પસાર થઈ રહી છે. ફર્સ્ટ લુક શેર કરતી વખતે અનુષ્કાએ કેપ્શનમાં લખ્યું હતું – બુલબુલનો ફર્સ્ટ લુક. આ સ્વ-શોધ અને ન્યાય વિશેની એક વિચિત્ર વાર્તા છે. જે અનેક રહસ્યો અને કાવતરાંથી લપેટાયેલી છે. નેટફ્લિક્સ પર ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. બુલબુલમાં અવિનાશ તિવારી, ત્રૃપ્તિ ડિમરી, પાઓલી ડેમ અને પરમબ્રાત ચેટરજી અને રાહુલ બોઝ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
જોકે, અનુષ્કાએ આ પ્રોજેક્ટ વિશે હજી વધારે માહિતી આપી નથી. લૂક પોસ્ટર જોઇને ચાહકોમાં ઉત્તેજના બમણી થઈ ગઈ છે. તેઓ આ ફિલ્મના ટ્રેલરની રાહ જોઇ રહ્યા છે. જેથી ફિલ્મની વાર્તા અને તેનો કોન્સેપ્ટ જાણી શકાય.