મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ટેસ્ટ સિરીઝના નેતૃત્વ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ પ્રવાસ પર વિરાટ તેની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્મા પણ સાથે ગઈ હતી. હવે તે ભારત પરત ફરી છે. અનુષ્કાને વિરાટથી અલગ થવું ગમતું નથી. અનુષ્કાએ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતી વખતે એક સંદેશ લખ્યો છે. આ તસવીરને સેલ્ફી મોડમાં ક્લિક કરવામાં આવી છે અને અનુષ્કાએ લખ્યું છે – તમને લાગે છે કે સમય જતાં ગુડ બાય કહેવાનું વધુ સરળ બને છે, પરંતુ આવું ક્યારેય થતું નથી.
અનુષ્કા શર્માના મુંબઇ પાછા ફરવાનું કારણ લેકમે ફેશન વીકમાં ભાગ લેવાનું કહેવામાં આવી રહ્યું છે. વિરુષ્કાએ 2017 માં ઇટાલીમાં લગ્ન કર્યા હતા. બંને શેમ્પૂ એડ દરમિયાન મળ્યા હતા.આ પછી, બંને વચ્ચે ડેટિંગની શરૂ થઈ હતી.