મુંબઇ: અરિજિત સિંહ તેના રોમેન્ટિક ગીતો માટે ખૂબ જ લોકપ્રિય છે. તેના કોન્સર્ટ હંમેશાં હાઉસફુલ રહે છે. લોકોના પ્રેમથી અરિજિતે ભૂતકાળમાં એટલી કમાણી કરી છે કે, જ્યારે તે પોતાના માટે ઘર શોધવા નીકળ્યો હતો, ત્યારે તેણે એક જ નહીં, પણ એક જ સમયે ચાર ફ્લેટ્સ ખરીદ્યા હતા.
અરિજિત સિંહે તાજેતરમાં જ મુંબઇના વર્સોવા વિસ્તારમાં એક સાથે 4 ફ્લેટ ખરીદ્યા છે. જો સૂત્રોની વાત માનીએ તો, અરિજિતસિંહે એક સાથે ચારેય ફ્લેટ ખરીદ્યા છે અને આ બધા ફ્લેટ્સ એક જ બિલ્ડિંગમાં છે. મુંબઈનો વર્સોવા વિસ્તાર એ પોશ વિસ્તારોમાંનો એક છે જ્યાં અરિજિતે સાવિતા કો- ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં સાત બંગલામાં આ ચાર ફ્લેટ ખરીદ્યા છે. આ તમામ 22 જાન્યુઆરીએ નોંધાયા છે.
આટલી છે કિંમત
જો સૂત્રોની વાત માનીએ તો પ્રથમ ફ્લેટ 32 ચોરસ મીટરનો છે, જેની કિંમત એક કરોડ 80 લાખ છે, જ્યારે બીજો ફ્લેટ 70 ચોરસ મીટરનો છે, જેની કિંમત 2 કરોડ 2 લાખ છે. સમાન ફ્લોર પર ત્રીજો ફ્લેટ 80 ચોરસ મીટરનો છે, જેની કિંમત 2 કરોડ 60 લાખ છે. આ સાથે જ ચોથો ફ્લેટ 70 ચોરસ મીટરનો છે, જેના માટે અરિજિતે અઢી કરોડની કિંમત ચૂકવી છે.