મુંબઈ : લોકસભાની ચૂંટણીના પરિણામો 2019 હાલ સામે આવી રહ્યા છે. જેને લઈને દરેક મોટી ન્યુઝ ચેનલોમાં પરિણામોનું લાઈવ રિપોર્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ટીવી એન્કર અરનબ ગોસ્વામીએ ભૂલથી લેવાયેલા નામનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. બૉલીવુડ અભિનેતા સન્ની દેઓલ પંજાબમાં ગુરદાસપુર લોકસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યો હતો. સન્ની દેઓલની સ્પર્ધા કોંગ્રેસના ઉમેદવાર સુનિલ જાખરની સામે છે. ચૂંટણીના પરિણામોના આંકડા ઝડપથી સામે આવી રહ્યા છે ત્યારે ટીવી એન્કર અરનબ ગોસ્વામીએ ઉત્સાહમાં ચૂંટણી પરિણામો જણાવતા સન્ની દેઓલને બદલે સની લિયોનીનું નામ બોલી દેતા હાલ વિડીયો વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો આ વિડીયો શેર કરીને આનંદ માણી રહ્યા છે.
Arnab is so excited today he goofed up Sunny Deol as Sunny Leone???#Verdict2019 #ElectionResults2019 pic.twitter.com/SBDt1DEDoE
— Sir Jadeja fan (@SirJadeja) May 23, 2019
વીડિયોમાં ગોસ્વામીને જોઈ શકો છો અને તે કહે છે ‘સન્ની લિઓન।…, સની દેઓલ 5000 કરતાં વધુ મતોથી લીડ કરી રહ્યા છે. અરનબનો સ્લીપ ઓફ ટંગનો આ વિડીયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ બની ગઈ છે. સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ કમેન્ટ વિભાગમાં તેમના પ્રતિસાદ આપે છે. વપરાશકર્તાએ લખ્યું – જ્યારે તમે ખૂબ અશ્લીલ જુઓ છો અને પછી તાણને તોડો છો ત્યારે આ થાય છે. અન્ય વપરાશકર્તાએ લખ્યું – સની લિયોની હંમેશાં આગળ વધે છે. એક ટ્વિટર વપરાશકર્તાએ લખ્યું – આ જે પીવે છે તે જ મારે જોઈએ, સોશિયલ મીડિયાના અન્ય યુઝરે લખ્યું હતું કે, સની દેઓલ કરતા સની લિયોની વધુ લોકપ્રિય છે, આગામી ચૂંટણીમાં તેના નામ અંગે વિચારણા કરવી જોઈએ.