મુંબઈઃ મુંબઈના વાલિયા પોલીસે નાગિન 3 ફે્મ ટીવી એક્ટર પર્લ વી પુરી વિરુદ્ધ રેપનો મામલો દર્દ કર્યું છે. પોલીસે ચાર જૂન શુક્રવારે એક્ટર ધરપકડ કર્યું છે. આ મામલે પીડિતાને નિવેદન આપ્યું છે. પીડિતાનું કહેવું છે કે પહેલા તેની સાથે કારમાં રેપ કર્યો હતો. ત્યારબાદ ફરીથી પુનરાવર્તન પણ કર્યું હતું. પર્લને પોક્સો એક્ટ હેઠળ સગીરા સાથે દુષ્કર્મ આચરવા અંગે ધરપકડ કરવામાં આવી છે.
બોલિવૂડ બબલની રિપોર્ટ મુજબ, એક્ટર ઉપર મહિલા પર રેપનો આરોપ છે. મહિલા અને તેનાં પરિવારજનોએ ફરિયાદ દાકલ કરાવી છે. જે બાદ એક્ટરે પોલીસને 4 જૂનની મોડી રાત્રે ધરપકડ કરી હતી. પર્લ વી પુરી હાલમાં પોલીસની કસ્ટડીમાં છે. જોકે, આ ઉપરાંત અત્યાર સુધી કોઇ અન્ય જાણકારી સામે આવી નથી.
ગત વર્ષે ઓક્ટોબરમાં પર્લ વી પુરીનાં પિતાનું નિધન થઇ ગયુ હતું જે દરમિયાન એક્ટર શોની શૂટિંગમાં વ્યસ્ત હતો. તેણે વર્ષ 2013માં તેનાં એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.
2013માં ટીવી શો ‘દિલ કી નજર સે ખૂબસૂરત’થી તેણે ટીવી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યુ હતું. જોકે, લિડ એક્ટર તરીકે તેને પહેલો બ્રેક ‘ફિર ભી ના માને બદતમીઝ દિલ’માં મળ્યો હતો.
આ બાદ તેણે ‘નાગાર્જૂન એક યોદ્ધા’, ‘બેપનાહ પ્યાર’, એકતા કપૂરનાં ‘નાગિન-3’ અને ‘બ્રહ્મરાક્ષક 2’ જેવાં શોમાં નજર આવ્યો હતો. એક્ટરને સૌથી વધુ ઓળખ એકતા કપૂરની નાગિન 3થી મળી હતી. જેમાં તે સુરભિ જ્યોતિની સાથે રોમેન્સ કરતો નજર આવ્યો હતો. આ ઉપરાંત તે કેટલાંક મ્યૂઝિક વીડિયોઝમાં નજર આવી ચુક્યો છે.