કોલ ડિટેલ રેકોર્ડ મામલે નવાજુદ્દીન સિદ્દકીના વકીલ રિજવાન સિદ્દીકીની ધરપકડ કરવામાં આવી છે. નવાજુદ્દીનના કહેવા પર રિજવાને આરોપી ડિટેક્ટિવ પ્રશાંત પાલેકર પાસેથી આલીયા સિદ્દકીના કોલની ડિટેલ્સ કઢાવી હતી.
મહત્વનુ છે કે, નવાજુદ્દીનની પત્નીએ જાસુસી કરવાના મામલે થાણે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ કરી હતી. ત્યાર બાદ ક્રાઈમ બ્રાંચની ટીમે રીજવાન સિદ્દકીની ઓફિસમાં તપાસ કરી હતી.
આ દરમિયાન પોલીસને દસ્તાવેજો કોલ રેકોર્ડ અને નવાજુદ્દીને મોકલેલા મેલ્સ પણ મળી આવ્યા છે. ત્યારે હવે પોલીસે રિજવાનની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.