નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તમાચો ચોડવાનો નવો કેસ સામે આવ્યો છે. દિલ્હી લોકસભાની બેઠકમાં રોડ શો દરમિયાન, કેજરીવાલને સુરેશ નામના એક માણસ દ્વારા તમાચો ચોડી દેવામાં આવ્યો હતો. સુરેશને ટેકેદારો દ્વારા પકડવામાં આવ્યો હતો અને પોલીસ તેને કસ્ટડીમાં લઈ ગઇ હતી. આ સમગ્ર મામલે દક્ષિણ અને બોલીવુડના જાણીતા અભિનેતા પ્રકાશ રાજે ટિપ્પણી કરી છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા અહેવાલો દ્વારા, એવું સાંભળવા મળ્યું હતું કે પ્રકાશ રાજ આમ આદમી પાર્ટી (આપ) માટે ચૂંટણી પ્રચાર કરશે.
પ્રકાશ રાજે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “આ એક સતર્ક કરનાર ઘટના છે. અરવિંદ કેજરીવાલ પર કોઈ શા માટે હુમલો કરવાઉ ઈચ્છે. હું આમ આદમી પાર્ટીને એ માટે સપોર્ટ કરું છું કારણ કે, પક્ષ લોકશાહી વિશેનો અભિપ્રાય ધરાવે છે. હું એક સ્વતંત્ર ઉમેદવાર છું. ”
અગાઉ, આપના દિલ્હી એકમના કોઓર્ડિનેટર ગોપાલ રાયે કહ્યું હતું કે, પ્રકાશ પાર્ટીને ટેકો આપશે. તેઓ ઉત્તર પૂર્વીય લોકસભા મતવિસ્તારના બાબરપુરમાં પ્રથમ જાહેર સભાને સંબોધશે. રાયે કહ્યું હતું કે દિલ્હીમાં 12 મી મે પહેલાં યોજાનાર મતદાન પહેલા પ્રકાશ તમામ સાત બેઠકો પર પ્રચાર કરશે.