મુંબઈ : બિગ બોસ ઘરની બહાર નીકળ્યા પછી પણ આસીમ રિયાઝ અને હિમાંશી ખુરાના સાથે છે. આ દરમિયાન અસીમ રિયાઝે હિમાંશી ખુરાનાનો એક વીડિયો શેર કર્યો છે જેની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે.
હિમાંશીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયોમાં હિમાંશી તાજેતરમાં રિલીઝ થયેલા ‘ગેંદા ફૂલ’ ગીત પર નૃત્ય કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં હિમાંશીએ લીલા રંગનો લહેંગા પહેરેલી જોવા મળે છે અને તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
વીડિયોમાં હિમાંશી બાદશાહ અને જેક્લીન ફર્નાન્ડીઝ ‘ગેંદા ફૂલ’ ની બીટ પર ડાન્સ કરે છે. આ વીડિયોને શેર કરતી વખતે, આસિમે એક જીઆઈએફ શેર કરી છે જેમાં લખ્યું છે કે – નેલ્ડ ઈટ બેબ અને દિલની ઈમોજી શેર કરી છે.