મુંબઈ : લોકડાઉન થયા પછી, માલદિવ બોલિવૂડના ખ્યાતનામ લોકો માટે રજાનું પ્રિય સ્થળ બની ગયું છે. ઘણા અઠવાડિયાથી બોલિવૂડ સ્ટાર્સ માલદીવના સુંદર સમુદ્રતટ પરથી સોશિયલ મીડિયા પર તેમની તસવીરો શેર કરીને ઇન્ટરનેટનું તાપમાન વધારી રહ્યા છે. તાજેતરમાં જ અભિનેત્રી દિશા પટની, ટાઇગર શ્રોફ સહિત ઘણા સ્ટાર્સ માલદીવમાં રજાઓ માણી રહ્યા હતા. બોલિવૂડની સોનાક્ષી સિંહા, સોના મેડમે પણ માલદિવમાં રજા માણી હતી. હવે વેકેશન પુરૂ થઈ ગયું છે, ત્યારે તેણે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ચિત્ર શેર કરીને માલદીવ સાથે જોડાયેલી યાદો વિશે એક સુંદર કેપ્શન લખ્યું છે.
સોનાક્ષી સિંહા વાદળી સમુદ્રની વચ્ચે આકાશ તરફ નજર રાખતી લાલ રંગના પોશાકમાં એકદમ આકર્ષક લાગે છે. સોશિયલ મીડિયા પર આ તસવીર શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું છે કે, “જ્યારે પણ હું માલદીવ છોડું છું ત્યારે મારા હૃદયનો એક ટુકડો અહીં રહી જાય છે, જ્યાં સુધી અમે ફરી પાછા ન મળીએ.”
ઉલ્લેખનીય છે કે, સોનાક્ષી ઘણા દિવસોથી સતત માલદીવની તેની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. આમાંના એકમાં, તે સૂર્યાસ્ત પર નજર રાખતા વહાણ પર બેઠેલી જોવા મળી હતી. આ તસવીર શેર કરવાની સાથે સાથે તેણે એક સુંદર કેપ્શન પણ આપ્યું હતું, જેમાં તેણે લખ્યું છે કે, ‘તમે મારા પર વિશ્વાસ કરશો, જો હું એમ કહીશ કે આ ફોટામાં કોઈ ફિલ્ટર નથી.’ આ તસવીરમાં સોનાક્ષી ખૂબ જ સુંદર લાગી રહી છે. લોકોએ તેના લુકની ખૂબ પ્રશંસા પણ કરી હતી.