મુંબઈ : બોલિવૂડના ખેલાડીઓ અક્ષય કુમાર અને સારા અલી ખાને ફિલ્મ ‘અતરંગી રે’ નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મનું દિગ્દર્શન આનંદ એલ રાય કરી રહ્યા છે. આ ફિલ્મમાં ધનુષ એક મહત્વપૂર્ણ પાત્ર ભજવશે. સારા અલી ખાને સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. એક કલાક પછી અક્ષય કુમારે પણ સેટ પર સારાને જોઈન કરવાની માહિતી આપી અને તે જ તસવીર શેર કરી, જે સારાએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
તસવીર શેર કરતા અક્ષય કુમારે લખ્યું, “આ ત્રણ જાદુઈ શબ્દો લાઈટ, કેમેરા, એક્શનમાં જે ખુશી છે, તેનો કોઈ મેળ નથી. અતરંગી માટે આનંદ એલ રાય ડાયરેક્શન કરી રહ્યા છે. તમારા બધાના પ્રેમ અને શુભકામનાની જરૂર છે. ” આ સાથે જ તેણે કહ્યું કે, તેમાં એઆર રહેમાનનું સંગીત છે. ફિલ્મની વાર્તા હિમાંશુ શર્માએ લખી હતી.
અક્ષય કુમાર સાથે કામ કરવામાં સારા ખુશ છે
આ અગાઉ સારા અલી ખાને પણ આ જ તસવીર શેર કરતા લખ્યું હતું કે, “અતરંગી રે વધુ રંગીન બની ગઈ છે. અક્ષય કુમાર તમારી સાથે કામ કરીને ખૂબ જ ખુશ, ઉત્સાહિત અને આભારી છું.” આ તસવીરમાં સારા અલી ખાન અને અક્ષય કુમાર હસતાં હસતાં એકબીજાની નજરમાં નજર નાખતા દેખાઈ રહ્યા છે. અક્ષયે સારાના ખભા પર હાથ રાખ્યો છે જ્યારે સારા અક્ષયની પીઠને પકડી રહી છે.