મુંબઈ : સુપરહીરો સાથેની ફિલ્મ ‘એવેન્જર્સ : એન્ડગેમ’એ બોક્સ ઓફિસ પર તોફાન મચાવ્યું છે. ફિલ્મે રિલીઝના 5 દિવસની અંદર ઘણા રેકોર્ડ તોડ્યા છે. પાંચમા દિવસે ફિલ્મ 200 મિલિયનની સપાટીએ પહોંચી ગઈ છે. વેપાર વિશ્લેષક તરણ આદર્શે જણાવ્યા પ્રમાણે, પાંચમા દિવસે 26.10 કરોડનીની કમાણી કરી છે. તદનુસાર, અત્યાર સુધીમાં ફિલ્મનો કુલ સંગ્રહ 215.80 કરોડ છે.
‘એવેન્જર્સ : એન્ડગેમ’એ દરેક હિન્દી ફિલ્મોના ઓપનિંગ વિકેન્ડ રેકોર્ડ્સને તોડ્યા છે. ચોથા દિવસે ફિલ્મની કમાણી 31.05 કરોડ રહી હતી. પાંચમા દિવસે ફિલ્મ 30 કરોડની કમાણી કરશે તેવી આશા છે. ‘એવેન્જર્સ : એન્ડગેમ’એ હોલીવુડ ફિલ્મ માટે ભારતમાં નવા રેકોર્ડ સેટ કરી દીધા છે.
ઉલ્લેખનીય છે કે, ‘એવેન્જર્સ : એન્ડગેમ’નું નિર્દેશન રુસો બ્રધર્સ (જો અને એંથોની)એ કર્યું છે. આ ફિલ્મમાં રોબર્ટ ડોને જુનિયર, ક્રિસ ઈવાન્સ, માર્ક રેફાલો, ક્રિસ હેમ્સવર્થ, સ્કારલેટ જોહાન્સન અને બ્રી લાર્સન શામેલ છે.
#AvengersEndgame refuses to slow down… Crosses ₹ 200 cr on Day 5 [Tue]… Sets sights on ₹ 400 cr… Fri 53.60 cr, Sat 52.20 cr, Sun 52.85 cr, Mon 31.05 cr, Tue 26.10 cr. Total: ₹ 215.80 cr Nett BOC. India biz. Gross BOC: ₹ 256.90 cr.
— taran adarsh (@taran_adarsh) May 1, 2019
ફિલ્મે તોડ્યા ઘણા રેકોર્ડ્સ
– પ્રથમ દિવસે બનાવ્યો આ રેકોર્ડ
‘એવેન્જર્સ : એન્ડગેમ’એ પ્રથમ દિવસે 53.10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ભારતમાં કમાણીમાં એવેન્જર્સ: એન્ડગેમ ફર્સ્ટ ડે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. અગાઉ, ઓપનિંગ ડે પરનો સૌથી વધુ કમાણીનો રેકોર્ડ આમિર ખાનની “ઠગ્સ ઓફ હિન્દુસ્તાન” નું નામ હતું. ઠગ્સ ઓફ હિન્દુસ્તાને રિલીઝના પ્રથમ દિવસે 52.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
– હાઈએસ્ટ હોલીવુડ ઓપનર
એવેન્જર્સ: એન્ડગેમે ભારતની સૌથી મોટી હોલીવુડ ઓપનર ફિલ્મ બની છે. એવેન્જર્સ એન્ડગેમેસે તેની રિલીઝના ત્રણ દિવસમાં 150 કરોડનો આંકડો પર કરી લીધો હતો.
– 100 કરોડની ક્લ્બમાં સૌથી ઝડપથી એન્ટ્રી
એવેન્જર્સ ભારતની સૌથી ઝડપી 100 કરોડ કમાણી કરનાર ફિલ્મ પણ બની ગઈ છે.