મુંબઈ : આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ ‘આર્ટિકલ 15’નું ટ્રેલર રિલિઝ થયું છે. ટ્રેલરની શરૂઆત એક શાનદાર ડાયલોગથી થાય છે. જે બાદ સમગ્ર ટ્રેલર જોવા માટે લોકો આતુર થઇ જાય છે. લોકો ફિલ્મના ટ્રેલરને ખુબ પસંદ કરી રહ્યા છે. આ સાથે જ આયુષ્માન ફિલ્મમાં પોલીસનું પાત્ર ભજવી રહ્યો છે, જેની પણ લોકો ખુબ પ્રશંસા કરી રહ્યા છે.
ફિલ્મની સ્ટોરી એક રિયલ સ્ટોરી પર આધારિત છે. ટ્રેલરમાં, બે છોકરીઓ સાથે બળાત્કાર કર્યા બાદ તેને ફાંસી આપી દેવામાં આવે છે. અને તેમને મારી નાખવાનો દોષ મૃત કન્યાઓના પિતા પર મૂકવામાં આવે છે. ગુમ થયેલ બીજી છોકરીની શોધ આયુષ્માન ખુરાના કરી રહ્યો છે. ટ્રેલરમાં, પોલીસ અધિકારીનું પાત્ર ખૂબ સારું દેખાઈ રહ્યું છે.