મુંબઈ : જ્યારે પણ આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડનેકર મોટા પડદે આવ્યા છે, ત્યારે લોકોને કંઈક નવું જોવા મળ્યું છે. બંનેએ ઘણી વખત સ્ક્રીન પર જાદુ ચલાવ્યા બાદ પોતાની કેમિસ્ટ્રી ઓફ સ્ક્રીન શેર કરી છે. ભૂમિએ આયુષ્માન સાથે એક ફની ડાન્સ વીડિયો શેર કર્યો છે.
શેર કરેલા વીડિયોમાં ભૂમિ અને આયુષ્માન બંને ‘ધીમે ધીમે…’ ગીત પર નાચતા જોવા મળે છે. આ ગીત ભૂમિની આગામી ફિલ્મ ‘પતિ પત્ની ઓર વો’નું છે. બંનેએ આ ગીતનાં બધાં ડાન્સ સ્ટેપ્સ સ્ટેપ બાય સ્ટેપ કર્યા છે. ‘પતિ પત્ની ઓર વો’ ફિલ્મમાં ભૂમિ કાર્તિક આર્યન સાથે ડાન્સ કર્યો છે. પરંતુ આ ગીતમાં આયુષ્માન સાથે પણ, ભૂમિની ઓફ સ્ક્રીન કેમેસ્ટ્રી કંઇ ઓછી નથી.