મુંબઈ : બોલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાના આગામી ફિલ્મ ‘શુભ મંગલ સાવધાન’ની સિક્વલ ફિલ્મ ‘શુભ મંગલ જયાદા સાવધાન’ લઈને આવી રહ્યા છે. આયુષ્માન ફરીથી નવો કોન્સેપટ લઈને આવી રહ્યો છે કે, આ ફિલ્મ જોવા માટે તમારે પણ વધુ સાવધાન રહેવાની જરૂર છે. તાજેતરમાં દિગ્દર્શક આનંદ એલ રાય તેની આગામી ફિલ્મ ‘શુભ મંગલ જયાદા સાવધાન’ની જાહેરાત કરી હતી અને હવે તેનું એનિમેટેડ ટીઝર સામે પણ આવી ગયું છે.
આયુષ્માન, જેણે તેમની ફિલ્મો દ્વારા લોકોની સ્ટીરિયોટાઇપને હંમેશા તોડ્યું છે, તે ફરીથી એક સુપર્બ ફિલ્મ માટે તૈયાર છે. જ્યાં આંતરિક બાજુ તેઓ ‘ડ્રિમગર્લ’ની સાથે એક છોકરીના ગેટઅપમાં જોવા મળશે, ‘બાલા’ તેઓ ટાલવાળા લૂકમાં જોવા મળશે. હવે તે સમલેંગિક વ્યક્તિની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. આ 1 મિનિટ 5 સેકંડનું ટીઝર તમારી ફિલ્મ વિશેની જિજ્ઞાસા વધારવા માટે પૂરતું છે.
ઉલ્લેખનીય છે કે, 2017માં આવેલી ફિલ્મ ‘ શુભ મંગલ સાવધાન’માં આયુષ્માન ખુરાના લીડ રોલમાં હતો. આ ફિલ્મ ઘણી સફળ રહી હતી. હવે આ ફિલ્મ પણ લોકોને હસાવા માટે આવી રહી છે. અહીં સમલેંગિકતાને કુદરતી પ્રેમ કહેવામાં આવી રહ્યો છે.
આ ફિલ્મ અંગે આયુષ્માને કહ્યું હતું કે, ફિલ્મમાં સમલૈંગિકતાના વિષયને સંવેદનશીલ રીતે સર્શવવામાં આવશે. આ ફિલ્મકાર આનંદ રાયની શૈલીમાં દર્શાવવામાં આવેલી શ્રેષ્ઠ સ્ટોરી છે. જે તમારા હ્રદયને સ્પર્શી જશે અને તમારા ચહેરા પર હસી લાવી દેશે.