મુંબઈ : આયુષ્માન ખુરનાની આગામી ફિલ્મ ‘બાલા’ ફરી એકવાર કોપિરાઇટ ઉલ્લંઘન મામલે ચર્ચામાં છે. પ્રથમ ફિલ્મની વાર્તા અને હવે આ ફિલ્મના ગીતોને લઇને બાલા મેકર્સ મુશ્કેલીમાં મુકાયા છે. પ્રખ્યાત સિંગર-મ્યુઝિક કમ્પોઝર ઝિયુસે (Dr. Zeus) ગીત નિર્માતાઓ પર તેમનું ગીત ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે.
Are u guys taking the piss @sonymusicindia @MaddockFilms @Its_Badshah @SonyMusicUK @SachinJigarLive wen did u compose don’t b shy & kangna.. more to the point how dare u guys b riding off ma old hits & fuckin them up??? Ya need to get original??My lawyers will b in touch??
— Dr Zeus (@drzeusworld) October 18, 2019
ડો. ઝિયુસે મેડોક ફિલ્મ્સ, બાદશાહ, સોની મ્યુઝિક અને સચિન-જીગરને નિશાન બનાવીને ટ્વિટ કર્યું – તમે આ કંપોઝ ક્યારે કર્યું? સીધા મુદ્દા પર આવીને, તમે લોકો કેવી રીતે હિંમત કરો છો કે તમે મારા જૂના હીટ ગીતોનો આ રીતે ઉપયોગ કરી રહ્યાં છો, તમારે ઓરીજનલ બનવાની જરૂર છે, તમને મારો વકીલ મળશે.
આ રીમિક્સ વર્ઝનના કલાકારો છે –
બાલામાં આ ગીતને રીમિક્સ વર્ઝન આપતી વખતે ગાયક બાદશાહ અને શાલ્મલી ખોલગડે પોતાનો અવાજ આપ્યો છે. આ રીમિક્સ વર્ઝનને મ્યુઝિક ડિરેક્ટર સચિન-જિગરે કમ્પોઝ કર્યું છે. મેલો ડી અને બાદશાહે પણ અસલ ટ્રેકમાં કેટલાક લિરિક્સ ઉમેર્યા છે.
બોમ્બે કોર્ટમાં બાલા સામે આ આરોપ છે
આ પહેલા ફિલ્મ ‘ઉઝડા ચમન’ના ડિરેક્ટર અભિષેક પાઠકે બાલા પર કોપિરાઇટના ભંગનો આરોપ લગાવી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી હતી. અહેવાલ મુજબ, ફિલ્મના નિર્માતા કુમાર મંગત પાઠકે બોમ્બે મેકર્સ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં કેસ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, ટાલ પડવાની સમસ્યા પર કેન્દ્રિત આ ફિલ્મ, ‘ઉઝડા ચમન’ 8 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે અને ‘બાલા’ 7 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. ‘બાલા’માં સમાન વાર્તા અને સ્ટાર પાવરને કારણે, ‘ઉઝડા ચમન’ને ફીકો પ્રતિસાદ મળવાનો ડર છે. આ કારણોસર અભિષેકે ‘બાલા’ના નિર્માતાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.