મુંબઈ : બોલીવુડ અભિનેતા રણબીર કપૂર કોરોના પોઝીટીવ આવ્યા બાદ આ દિવસોમાં ક્વોરેન્ટીન છે. આને કારણે રણબીર ક્યાંય પણ સ્પોટ નથી થઈ રહ્યો, ક્વોરેન્ટીન હોવા છતાં તે સતત સમાચારોમાં રહે છે. રણબીર કપૂર હાલમાં પોતાના લેટેસ્ટ ફોટોઝ દ્વારા સોશિયલ મીડિયા પર વર્ચસ્વ ધરાવે છે. આ ફોટામાં તેમની સાથે બંગાળી બ્યુટી બિપાશા બાસુ પણ જોવા મળી રહી છે.
રણબીર કપૂર અને બિપાશાએ એડ શૂટ કરાવ્યું
તમને જણાવી દઈએ કે, રણબીર કપૂર અને બિપાશાએ તાજેતરમાં જ એક કમર્શિયલ શૂટિંગ કર્યું હતું. સેટ પરથી તેના એડ શૂટનો તે જ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ તસવીરોમાં રણબીર ટાઇ સાથે બ્લુ કલર નો શર્ટ પહેરેલો જોવા મળી રહ્યો છે, જ્યારે બિપાશા વ્હાઇટ કલરના એથનિક આઉટફિટમાં ઇયરિંગ પહેરીને એકદમ અદભૂત લાગી રહી છે. સેલ્ફી પોઝમાં બિપાશાએ રણબીર સાથે આ તસવીર ક્લિક કરી છે. બંને સ્ટાર્સ કેમેરાની સામે હસતા જોવા મળે છે, આ બંને સિવાય એડને શૂટ કરનાર શકુન બત્રાએ પણ રણબીર અને બિપાશા સાથે જોરદાર ફોટો ક્લીક કર્યો છે.
બિપાશાએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીર
ઉલ્લેખનીય છે કે, આ એડ લેઝ ચિપ્સની છે. આ જાહેરાત બિપાશા બાસુએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કરી છે. આ ઉપરાંત તેણે કેપ્શનમાં લખ્યું છે, “યાદ રાખો, જીવનમાં, લેઝ મેક્સની જેમ, ઝિગ પછી ઝેંગ પણ આવે છે.”