મુંબઈ : રેપર આદિત્ય પ્રિતિકસિંહ સિસોદિયા ઉર્ફે બાદશાહ પટિયાલા નજીક રાજપુરામાં એક કાર અકસ્માતથી બચી ગયો હતો. રાજપુરા નજીક નેશનલ હાઈવે 44 ના ઇન્ટર સેક્શન પર બાદશાહની કાર અન્ડર કન્સ્ટ્રક્શન ઓવરબ્રીજ પરથી પસાર થઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. કાર ખૂબ જ ઝડપી હતી અને વાહન ચાલકને ધુમ્મસને કારણે રસ્તા પર પડેલા કોંક્રિટના સ્લેબ દેખાયા નહીં.
આ અકસ્માતમાં બાદશાહની કારને ખૂબ જ નુકસાન થયું હતું, જોકે તે પોતે આ અકસ્માતમાં રીતે બચી ગયો હતો. નિયમોને નેવે મૂકીને રસ્તા પર કોંક્રિટ સ્લેબ નાખવામાં આવ્યા હતા, જેથી અકસ્માતની સંભાવના પહેલાથી જ જણાઈ રહી હતી. ઉલ્લેખનીય છે કે પાણીપત-જાલંધર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 પૂર્ણ કરવાનો સમય માર્ચ 2011 માં સમાપ્ત થયો હતો પરંતુ આ પ્રોજેક્ટ પર હજી કામ ચાલુ છે.