મુંબઈ : ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’ વડે લોકોના દિલને કબજે કર્યા બાદ હવે આયુષ્માન ખુરના મોસ્ટઅવેટેડ ફિલ્મ ‘બાલા’થી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. શુક્રવારે ફિલ્મનું ગીત ‘ડોન્ટ બી શાય’ રિલીઝ થયું હતું. આ ગીત રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકપ્રિય થયું છે. આ ગીત બાદશાહ, શાલ્મલી ખોલગડે, ગુરદીપ મહેંદી અને સચિન-જીગર દ્વારા ગાવામાં આવ્યું છે. ગીતમાં આયુષ્માનની સાથે ભૂમિ પેડનેકર અને યામી ગૌતમ પણ જોવા મળે છે.
ટ્રેલર હજુ પણ છવાયું છે
તમને જણાવી દઈએ કે, હાલમાં જ રિલીઝ થયેલી આ ફિલ્મના ટ્રેલરમાં જબરદસ્ત કોમેડી જોવા મળી રહી છે. ફિલ્મના ટ્રેલરને લોકો એટલું પસંદ કરી રહ્યા છે કે તે અત્યાર સુધી સોશિયલ મીડિયા પર છવાયેલું છે. ટાલ પડવાની સમસ્યા અને તેના પર સમાજના વિચારસરણી પર આધારિત આ ફિલ્મ બલ્કા દિનેશ વિઝનના મેડડોક ફિલ્મ્સના બેનર હેઠળ બનાવવામાં આવી છે. રિલીઝ થયેલા ગીતનો વીડિયો પણ જુઓ-
અગાઉ આ ફિલ્મ 12 નવેમ્બરે રિલીઝ થવાની હતી પરંતુ હવે તે 7 નવેમ્બરે રિલીઝ થશે.