મુંબઈ : પ્રખ્યાત સીરીયલ ‘ભાભીજી ઘર પર હૈં’માં 5 વર્ષથી અનિતા ભાભીની ભૂમિકા નિભાવનાર અભિનેત્રી સૌમ્યા ટંડન પર ફ્રન્ટલાઈન કાર્યકર હોવાનું અને મુંબઇને અડીને આવેલા થાણે વિસ્તારની એક હોસ્પિટલમાં રસી અપાવવાનો આરોપ છે.
એક ઓળખ કાર્ડ સામે આવ્યું છે જેમાં સૌમ્યા ટંડનની તસવીર જોડાયેલ છે. નોંધનીય છે કે આ ઓળખ કાર્ડમાં તેની ઓળખ ફ્રન્ટલાઈન કાર્યકર તરીકે નોંધાઈ છે. સૌમ્યા ટંડન પર થાણેની પાર્કિંગ પ્લાઝા કોવિડ હોસ્પિટલમાં ફ્રન્ટલાઈન કાર્યકર તરીકે રસી લેવાનો આરોપ મૂકાયો છે.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (ટીએમસી) એ આ મામલાની નોંધ લીધી છે અને કહ્યું છે કે તેઓ આ સમગ્ર મામલાની તપાસ કરશે અને આ મામલાની વાસ્તવિકતા બહાર લાવશે.
સૌમ્યા ટંડને મીડિયાને જણાવ્યું હતું કે આ સમાચાર સંપૂર્ણપણે ખોટો છે, “મેં થાણેની તે જગ્યાથી રસી લીધી નથી. આ માહિતી સંપૂર્ણપણે ખોટી છે.”
સૌમ્યાએ આજે આ અંગે ટ્વીટ પણ કર્યું છે.
Contrary to some media reports claiming that I have taken my first Covid vaccine dose from A facility in Thane by dubious means is untrue. I have taken my first jab but from a centre near my house following proper procedures. Please don’t believe in unverified reports and claims.
— Saumya Tandon (@saumyatandon) June 4, 2021
નોંધનીય છે કે, તાજેતરમાં જ અભિનેત્રી મીરા ચોપડા પર પણ આવી જ રીતે ફ્રન્ટલાઈન કાર્યકર બનીને રસી લેવાનો આરોપ મૂકાયો હતો. આ બાબતે ચર્ચા ઉઠ્યા બાદ અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા આ આરોપોને નકારી કાઢ્યા હતા અને તેને સંપૂર્ણ પાયાવિહોણા આરોપ ગણાવ્યા હતા.