ગુજરાતમાં ૨૨ વર્ષ પછી ફરીથી બેઠી થઈ રહેલી કોંગ્રસના નેતા અહેમદ પટેલ સામે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આક્ષેપ કર્યા અને એના પછી હવે કોંગ્રસ સામે એન.આર.આઈ મેદાનમાં ઉતરી પડયા છે.
અમેરિકાના જ્યોર્જીયામા રહેતા નવીન પટેલે હવે સીધુ સીધુ ભરત સિહ સોલંકી પર નીશાન સાધ્યું છે. નવીન પટેલે અમેરિકાથી શુટબુટ માં તૈયાર થઈને ભરત સિહ રંગીન મીજાજના હોવાનો આરોપ કર્યો છે. એમણે એવો પણ આરોપ કર્યો છે કે, ભરત સિહ સોલંકી થોડા સમય પહેલાં અમેરિકા આવ્યા હતા અને અમેરિકામાં એ એમના વેવાઈને ઘરે બોરસદની એક છોકરીને લઈને આવ્યા હતા અને મોજમજા કરી રહ્યા હોવાનો પણ આરોપ કર્યો છે.
નવીન પટેલ કહેછે કે ભરત સિહ ખેડાના બોરસદની છોકરી ચેતનાને ભારતના બદલે અમેરિકા લાવી મહિનાઓ સુધી રાખી હતી અને એની સાથે સંબંધ બાંધ્યા હતા. એ ભરત સિહ હવે ગુજરાતના મુખ્યપ્રધાન બનવા માંગે છે, પરંતુ જે રીતે એન.આર આઈ પણ હવે સોશિયલ મીડિયાની મદદથી ગુજરાતની ચુંટણીમાં આક્ષેપબાજી કરવા ઉતરી પડયા છે. એ જોતા આ ચુંટણીમાં બને પાર્ટી એકબીજાના ચારિત્ર્યનું હનન કરે એવું દેખાય છે પરંતુ જે પ્રકારે ચુંટણીની ઘોષણા થતાંજ ભરત સિહ સામે ચારિત્ર્ય હનન શરુ થતા જ કોંગ્રેસ હવે ફરી બેક ફુટ પર આવી ગઈ છે.
પહેલાં ભાજપ વિકાસ ગાંડો થતાં બેકફૂટ પર આવી હતી હવે કોંગ્રેસ ચારિત્ર્યના મુદે બેકફૂટ પર આવી ગઈ છે.
આ વિડીઓ ક્લિપ સાથે સત્ય ડે સહમત નથી.