મુંબઈ : ભોજપુરી ફિલ્મોમાં અભિનેત્રી આમ્રપાલી દુબે અને રાની ચેટર્જી ખૂબ નામ કમાઈ રહી છે. બંનેએ ઘણી હિટ ફિલ્મો આપી છે. હવે આ બંનેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં, રાની તેની પીઠ પર આમ્રપાલીને ફેરવતી જોવા મળી રહી છે. વીડિયોમાં રાની જણાવી રહી છે કે આમ્રપાલી ખરેખર વ્યસ્ત હતી અને તેને ભોજપુરી એવોર્ડ શોમાં લઈ જવી હતી, તેથી હું તેને ઉઠાવીને લઈ જઈ રહી છું.
વીડિયોમાં રાનીની વાત સાંભળીને આમ્રપાલી સતત હસી રહી છે. વીડિયો શેર કરતી વખતે રાનીએ લખ્યું કે, ભોજપુરી એવોર્ડ કાર્યક્રમ માટેની તૈયારીઓ, કઈંક આ રીતે ઉઠાવીને લઇ જવી પડી.