બોલીવૂડના સિંગમ અજય દેવગનની ફિલ્મોની સ્ટાઈલ છેલ્લા કેટલાક સમયથી દર્શકોને પસંદ આવી રહી છે. ‘દ્રશ્યમ 2’થી લોકો અજયની ફિલ્મ ‘ભોલા’ની રાહ જોઈ રહ્યા હતા તે દર્શકો માટે ગુડ ન્યુઝ છે. અજય દેવગને એક્શન પેક્ડ ‘ભોલા’નું ટ્રેલર રિલીઝ કર્યું છે. આખા ટ્રેલરમાં શિવભક્ત અજયની સ્ટાઈલ ખાસ જોવા મળી છે. આ ફિલ્મ સાઉથની ફિલ્મ ‘કૈથી’ની હિન્દી રિમેક છે. આ ફિલ્મમાં કાર્તિએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
ફિલ્મનું ટ્રેલર એક્શન સીન અને સ્મોકી ડાયલોગ્થી ભરપુર છે. આ ફિલ્મ સંપૂર્ણપણે મસાલા ફિલ્મ જેવી લાગે છે, જેમાં એક્શન, થ્રિલ, ડ્રામા અને ઈમોશનલ એન્ગલ છે. ફિલ્મમાં, અજય તેની પુત્રી માટેના એક મિશનમાં તબુની મદદ કરે છે અને ફિલ્મની આખી સ્ટોરી આની આસપાસ ચાલે છે.
ફિલ્મ ભોલામાં તબ્બુ અને અજયની તકરાર ફરી એકવાર જોવા મળશે. આ પહેલા બંને સ્ટાર્સ ફિલ્મ ‘દ્રશ્યમ 2’માં પોતાનો ચાર્મ ફેલાવી ચૂક્યા છે. બંનેની કેમેસ્ટ્રી સ્ક્રીન પર દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. બંનેના ડાયલોગ્સ પણ દમદાર લાગી રહ્યા છે. આ સિવાય દીપક ડોબરિયાલની અલગ-અલગ સ્ટાઇલ બધાનું ધ્યાન ખેંચી રહી છે. ટ્રેલરમાં દીપકને ઓળખવો મુશ્કેલ છે. આ સિવાય અમલા, કિરણ કુમાર, ગજરાજ રાવ, સંજય મિશ્રા પણ ટ્રેલરમાં અલગ લાગી રહ્યાં છે. ટોટલી એમ કહી શકાય કે, ભોલાનું ટ્રેલર એક્શન, થ્રિલ, ડ્રામા અને ઈમોશનલ એન્ગલથી ભરપૂર છે. દર્શકો પણ આ ટ્રેલરને ઇન્જોય કરી રહ્યાં છે. ‘ભોલા’ને અજય દેવગન દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે અને આ ફિલ્મ 30 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે.