મુંબઈ : બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન એ ઇન્ડસ્ટ્રીમાં સૌથી ઝડપથી વિકસતા અભિનેતાઓમાંના એક છે. તેમની ઘણી ઓછી બજેટ ફિલ્મો 100 કરોડનો આંકડો પાર કરી ચૂકી છે. જોકે આજે તેની રજૂ થયેલી ફિલ્મ ‘લવ આજ કલ’ બોક્સ ઓફિસ પર કંઇક ખાસ બતાવી શકી ન હતી. આવનારા સમયમાં કાર્તિકની આવી ઘણી ફિલ્મો રિલીઝ થવાની છે, જેની અપેક્ષા બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરવાની આશા કરવામાં આવી રહી છે.
આ પ્રકારની ફિલ્મોમાં છે ભુલ ભુલૈયા 2. 2007 માં રજૂ થયેલ અક્ષય કુમારની ફિલ્મ ભૂલ ભુલૈયાના આ બીજા ભાગમાં કાર્તિક આર્યન મુખ્ય ભૂમિકા ભજવતો જોવા મળશે. કાર્તિકે હાલમાં જ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો શેર કરીને ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની જાહેરાત કરી છે. વીડિયોના કેપ્શનમાં કાર્તિકે લખ્યું છે – આ લુકમાં સ્માઈલ જ અટકતી નથી. જયપુર લેટ્સ રોલ. કેરીની મોસમ શરૂ થઈ ગઈ છે.
Iss look mein Smile hi nahi rukti ?
Ting ding ting tiding ting ting ?❤#BhoolBhulaiyaa2 ? #Jaipur lets Roll ??
Mango Season Begins ? pic.twitter.com/kyBjCpvRNn— Kartik Aaryan (@TheAaryanKartik) February 22, 2020