મુંબઈ : બોલીવુડના ખેલાડી અક્ષય કુમારની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘હાઉસફુલ 4’ ની રિલીઝને હજી થોડા દિવસો બાકી છે. આ સાથે જ ફિલ્મનું બીજું જબરદસ્ત ગીત ‘ધ ભૂત સોંગ’ રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં અક્ષય કુમારની સાથે ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ છે, સાથે સાથે નવાઝુદ્દીન સિદ્દીકીનો એક અલગ અવતાર છે.
આ ગીતમાં નવાઝુદ્દીન સિદ્દીકી એક તાંત્રિકની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. આટલું જ નહીં, મજાની વાત તો એ છે કે નવાઝુદ્દીન સિદ્દીકી અહીં આલિયા ભટ્ટના નામનો મંત્ર બોલી રહ્યા છે અને અક્ષય કુમારનું ભૂત ઉતારી રહ્યો છે. જુઓ આ વિડીયો…
આપને જણાવી દઈએ કે, ફરહાદસામજી દ્વારા નિર્દેશિત ‘હાઉસફૂલ 4’ એક મલ્ટિસ્ટારર ફિલ્મ છે, જેમાં અભિનેતામાં અક્ષય કુમાર, કૃતિ સેનન, રિતેશ દેશમુખ, કૃતિ ખારબંડા, બોબી દેઓલ, પૂજા ગર્ગ અને અન્ય કલાકારો છે. આ ફિલ્મ 25 ઓક્ટોબરના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. ‘હાઉસફુલ’ ‘સાજિદ નડિયાદવાલાના નડિયાદવાલા ગ્રેન્ડસન એન્ટરટેનમેન્ટ દ્વારા બનાવવામાં અને નિર્માણ કરવામાં આવ્યું છે અને ફોક્સ સ્ટાર સ્ટુડિયો દ્વારા સહ-નિર્માણ કરવામાં આવ્યું છે.