મુંબઈ : નોરા ફતેહી આજકાલ તેની આગામી ફિલ્મ ભુજ – ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયા વિશે ઘણી ચર્ચામાં છે. અજય દેવગન અભિનીત આ ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે. તાજેતરમાં ભુજનું ટ્રેલર બહાર આવ્યું હતું, જે બાદ હવે આ ફિલ્મના ગીતો રજૂ કરવામાં આવી રહ્યા છે. આજે નોરા ફતેહી પર ફિલ્માવવામાં આવેલ ઝાલીમા કોકા કોલા સોંગનું ટીઝર બહાર આવ્યું છે, જેમાં નોરા ફતેહી ફરી એકવાર પોતાનો બેલી ડાન્સ બતાવતી જોવા મળશે.
ગીતને રાજસ્થાની ટચ આપવામાં આવ્યો
ઝાલીમા કોકા કોલા સોન્ગમાં નોરા ફતેહીની ઝલક આજે બતાવવામાં આવી છે જેમાં તે દરવખતેની જેમ સુંદર દેખાઈ રહી છે. ટીઝર જે સામે આવ્યું છે તેમાં નોરા બ્લુ કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે. જોકે, ટીઝરમાં થોડીક ઝલક જ બતાવવામાં આવી છે અને આમાં, નોરા તબલાની બીટ પર પણ બેલી ડાન્સ કરતી જોવા મળે છે. હાલમાં સંપૂર્ણ ગીત રજૂ કરવામાં આવ્યું નથી. માત્ર ટીઝર હજી સુધી સપાટી પર આવ્યું છે.
બાય ધ વે, ચાલો તમને જણાવી દઈએ કે ભુજ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયામાં, ફક્ત નોરા ફતેહીનો ડાન્સ જ નહીં પરંતુ અભિનય પણ જોવા મળશે. આ ફિલ્મમાં નોરા ફતેહી જોરદાર ભૂમિકામાં નજરે પડનાર છે, તે સિક્રેટ એજન્ટની ભૂમિકામાં હશે, તેથી તે આ ફિલ્મમાં પણ ખતરનાક એક્શન કરતી જોવા મળશે. તાજેતરમાં ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું જેમાં નોરાના પાત્રની એક ઝલક બતાવવામાં આવી હતી.