મુંબઈ : દર વીકએન્ડમાં બિગ બોસ 13 માં અલગ અલગ બોલિવૂડ સેલેબ્સ શોમાં હાજરી આપે છે અને ખૂબ મસ્તી કરે છે. આ અઠવાડિયામાં પણ બોલિવૂડની મોસ્ટ રોમેન્ટિક અને એવરગ્રીન જોડી કાજોલ અને અજય દેવગન બિગ બોસના સ્ટેજ પર જોવા મળશે. કાજોલ અને અજય બિગ બોસના સ્ટેજ પર તેમની આગામી ફિલ્મ ‘તાનાજી :ધ અનસંગ વોરિયર’નું પ્રમોશન કરતા જોવા મળશે અને સલમાન ખાન સાથે મસ્તી કરશે.
કલર્સે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ શોનો પ્રોમો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં સલમાન ખાન કાજોલ અને અજય દેવગન સાથે રમત રમતો જોવા મળી રહ્યો છે. રમત દરમિયાન, કાજોલ હેડફોન લગાવે છે અને અજય દેવગન સંવાદો બોલશે, જે કાજોલને ગેસ કરવાના હોય છે.