મુંબઈ : સલમાન ખાન દ્વારા હોસ્ટ વિવાદિત શો ‘બિગ બોસ 13’ માં, જ્યાં જીભથી ઝઘડા થતા હતા, હવે ત્યાં હિંસાની ઘટનાઓ વધી રહી છે, આ સાથે જ હિંસાએ તમામ મર્યાદા વટાવી દીધી છે. ‘બિગ બોસ’માં દરરોજ કંઈક નવું બને છે, જેના કારણે ઘરનું વાતાવરણ સંપૂર્ણ બગડે છે. હવે સ્પર્ધક મધુરિમા તુલી અને વિશાલ આદિત્ય સિંઘનો એક વીડિયો ઇન્ટરનેટ પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ વાયરલ વીડિયોમાં મધુરિમા તુલી વિશાલ આદિત્ય સિંઘને ફ્રાયપેનથી ખરાબ રીતે મારતી જોવા મળી છે. બંને વચ્ચે વાત કરતી વખતે ઝઘડો એટલી હદે વધી જાય છે કે મધુરીમા પોતાના ગુસ્સા પર કાબુ રાખી શકતી નથી અને તે વિશાલને મારવા લાગે છે. તે અચાનક આવીને વિશાલને ફ્રાયપેનથી જોર – જોરથી મારવા લાગતા ઘરના અન્ય સભ્યો તેને અટકાવવા દોડી પડે છે. જુઓ આ વિડીયો…