મુંબઈ : બિગ બોસ 13 નો પહેલો એપિસોડ જ્યાં દર્શકોને ખૂબ કંટાળાજનક લાગ્યો. તે જ સમયે, બીજો એપિસોડ મનોરંજનની માત્રાથી ભરેલો હતો. બીજા એપિસોડમાં જ, બિગ બોસના ઘરે ચા (Tea)ને લઈને બબાલ થઇ ગઈ હતી. ત્યારબાદ રેશનિંગને લઈને સ્પર્ધકોમાં ઉગ્ર લડત થઈ હતી.
બીજા એપિસોડમાં, એવું બતાવવામાં આવ્યું હતું કે ઘરમાં ચા સમાપ્ત થવાની આરે પહોંચી છે. આ અંગે દલજીત પરિવારના તમામ સભ્યોને માત્ર સવારે અને સાંજે ચા પીવાનું કહે છે, જેથી ચા આખા અઠવાડિયા દરમિયાન ચાલે. પણ તેમ છતાં અસીમ પોતાના માટે ચા બનાવે છે. અસીમની આ બાબત પર પારસ ખૂબ ગુસ્સે થાય છે, અને તે ચા વિશે અસીમ રિયાઝને સાચું – ખોટું સંભળાવે છે.
Dusre hi din sadasyon ke jhagde se ro padi #ShehnaazGiill. @Vivo_India @BeingSalmanKhan #BiggBoss13 #BB13 pic.twitter.com/qe6bcw6i4x
— COLORS (@ColorsTV) October 1, 2019
શોના બીજા દિવસે પંજાબી ગાયિકા શહેનાઝ ગિલ શા માટે રડી ?
આ પછી, ખોરાક વિશે સિદ્ધાર્થ શુક્લા અને સિદ્ધાર્થ ડે વચ્ચે લડાઈ થાય છે. આ લડત અહીં અટકી નહીં. માત્ર બે દિવસમાં ઘરના રેશનના અંતમાં, બધા ઘરવાળાઓએ શહનાઝ અને પારસને નિશાન બનાવ્યાં, કેમ કે રાશન મેનેજ કરવાની જવાબદારી શહનાઝ અને પારસની છે.
પારસ તેની સફાઈમાં ઘરવાળાને રાશન બચાવવાનો આઈડિયા આપી દે છે. પરંતુ શહેનાઝ કહે છે કે તે રાશનની જવાબદારી સહન કરી શકતી નથી, તે આ બધું સમજી શકતી નથી. બધા લોકો શહનાઝને મનાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે રડવા લાગે છે.