મુંબઈ : બિગ બોસ સીઝન 13 ના શરૂઆતના અઠવાડિયામાં દેવોલિના ભટ્ટાચારજી અને સિદ્ધાર્થ શુક્લા વચ્ચે સારા સંબંધ હતા. પરંતુ બાદમાં તેમના સંબંધો બગડવાની શરૂઆત થઈ. ઘણા પ્રસંગોએ, દેવોલિના અને સિદ્ધાર્થ વચ્ચે લડાઈ થઈ છે. સિદ્ધાર્થ હંમેશા દેવોલિનાની હિટ લિસ્ટમાં રહે છે. તો પછી શું થયું કે દેવોલિનાની માતાએ પોતાની પુત્રીનો ઉલ્લેખ કરીને સિદ્ધાર્થની માફી માંગી લીધી છે.
ખરેખર, દેવોલિનાએ અગાઉના એપિસોડમાં સિદ્ધાર્થને સાઇકો કહ્યો હતો. બંને વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. ત્યારબાદ ગુસ્સામાં દેવોલિનાએ સિદ્ધાર્થને સાઇકો કહ્યો. સિદ્ધાર્થ-દેવોલિનાની આ લડાઇ પર અભિનેત્રીની માતા અનિમાએ પ્રતિક્રિયા આપી છે. મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં દેવોલિનાની માતાએ કહ્યું હતું કે, રાષ્ટ્રીય ટેલિવિઝન પર દેવોલીનાના આવા શબ્દોનો ઉપયોગ કરવો ખોટો છે.