મુંબઈ : ડબલ્યુડબ્લ્યુઇ (WWE) રેસલર જ્હોન સીના ફિલ્મ ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 9’ માં એન્ટ્રી માટે ચર્ચામાં હતો. આ સાથે, તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની રમૂજી પોસ્ટને કારણે પણ તે લોકોમાં ચર્ચામાં રહે છે. તે જ સમયે, જ્હોન સીનાએ ભારતીય રિયાલિટી શો ‘બિગ બોસ 13’ વિશેની એક તસવીર શેર કરી છે. જે બાદ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે.
જ્હોન સીના ઘણીવાર કોઈ પણ તસવીર શેર કરતો રહે છે, આ વખતે તેણે ‘બિગ બોસ 13’ ના સ્પર્ધકની તસવીર શેર કરી છે, જેને લઈને ચાહકો ખૂબ ઉત્સાહ છે. જ્હોન સીનાએ આ શોના સ્પર્ધક અસીમ રિયાઝની તસવીર શેર કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા છે. શેર કરાયેલી આ તસવીર આ સમયે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.