મુંબઈ : બિગ બોસની અગાઉની સીઝનના (પૂર્વ) સ્પર્ધક કેઆરકે શોના દરેક નાના-મોટા મુદ્દા પર પોતાની નજર રાખે છે. કેઆરકે ઘરના મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપવામાં અચકાતો નથી. શરૂઆતમાં સિદ્ધાર્થ શુક્લાને ટેકો આપનાર કેઆરકે હવે તેની સામે જોવા મળી રહ્યો છે. આ સાથે જ હવે કેઆરકેએ શેહનાઝે સિદ્ધાર્થને થપ્પડ માર્યા અંગે ખુશી વ્યક્ત કરી છે.
કેઆરકે શું કહ્યું?
ખરેખર, શોના પ્રોમોમાં બતાવ્યું હતું કે, સિદ્ધાર્થ શુક્લાથી નારાજ શેહનાઝ ગુસ્સામાં તેને થપ્પડ મારી દે છે અને તેની ઉપર ચપ્પલ ફેંકીને મારે છે. શેહનાઝે સિદ્ધાર્થને થપ્પડ માર્યા બાદ કેઆરકેએ ખુશી વ્યક્ત કરી હતી અને શેહનાઝની ખૂબ પ્રશંસા પણ કરી હતી.
I will support #ShehaazGill till the end of the show now because today, she has done by slapping #SidharthShukla what #BiggBoss and Salman didn’t do, while he deserves it. And even public wanted it for a long time now. Love you #Shehnaaz #BiggBoss13 #BB13
— KRK (@kamaalrkhan) January 5, 2020
Dear #ShehnaazGilll By GOD, you are a real #BOSS! What a Zabardast slap to #HawasKaPujari! Superb and terrific. More power to you girl. Keep rocking like this only. #BiggBoss13 #BB13
— KRK (@kamaalrkhan) January 5, 2020
કેઆરકે શેહનાઝના વખાણમાં ઘણાં ટ્વિટ કરે છે. એક ટ્વિટમાં કેઆરકેએ લખ્યું છે કે – હવે શોના અંત સુધી હું શેહનાઝ ગિલનું સમર્થન કરીશ, કારણ કે આજે તેણે સિદ્ધાર્થ શુક્લાને થપ્પડ માર્યો હતો અને સલમાન ખાન અને બિગ બોસ ન કરી શકે તેવું કર્યું હતું. સિદ્ધાર્થ આ જ લાયક છે. પબ્લિક પણ લાંબા સમયથી આ ઇચ્છે છે.
Today I am loving #ShehnaazGill! She is on fire today. More power to you girl. #BiggBoss13!
— KRK (@kamaalrkhan) January 5, 2020