મુંબઈ : બિગ બોસ 13માં દરરોજ એક નવો ઝગડો જોવા મળે છે. રશ્મિ દેસાઇ અને માહિરા શર્માએ ખાદ્યપદાર્થો અંગે દલીલ કરી હતી. તે જ સમયે, કેપ્ટનસી ટાસ્કમાં સિદ્ધાર્થ શુક્લા અને અસીમ વચ્ચેના ઝઘડામાં વાતાવરણ તંગ બન્યું હતું. આ દરમિયાન શહેનાઝ ગિલ, મધુરિમા તુલી અને શેફાલી બગ્ગાની ફાઇટનો વીડિયો સામે આવ્યો છે.
શહેનાઝ – શેફાલી – મધુરિમાની ચપ્પલ ફાઇટ
વીડિયોમાં જોવા મળે છે કે, મધુરિમા અને શેફાલીના હાથમાં ચપ્પલ છે જે શેહનાઝને ટીઝ કરે છે અને શહેનાઝ પીલો (ઓશીકું) વડે આ બંનેને ફટકારે છે. વીડિયોમાં શેફાલી કહી રહી છે કે શહેનાઝને ચપ્પલ એવોર્ડ એનાયત કરાયો છે. મધુરીમા કહી રહ્યા છે કે અમને આવા મહેમાનની ઇચ્છા નથી હોતી કે જે ગાંડા થઈ જાય. ત્રણેય ખૂબ આનંદના મૂડમાં જોવા મળ્યાં હતાં. બિગ બોસનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.