મુંબઈ : બિગ બોસ 13 માં સિદ્ધાર્થ શુક્લા અને માહિરા શર્મા શરૂઆતથી જ એક બીજાના દુશ્મન છે. બંને એકબીજાને નિશાન બનાવવાની કોઈ તક છોડતા નથી. સિદ્ધાર્થ અને માહિરા ઘણીવાર આ શોમાં લડતા જોવા મળે છે. પરંતુ હવે એવું કંઈક બન્યું કે જેને જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા.
મહિરાએ સિદ્ધાર્થને શું કહ્યું?
સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા શોનો એક વીડિયો ક્લિપમાં તમે જોઈ શકો છો કે માહિરા શર્મા સિદ્ધાર્થ શુક્લા માટે ઘણી સારી વાતો કરતી જોવા મળી રહી છે. બિગ બોસના કોઈ પણ ચાહકે વિચાર્યું નહીં હોય કે માહિરા શર્મા સિદ્ધાર્થ શુક્લા માટે પ્રેમાળ શબ્દો બોલશે.
@BiggBoss_Tak Real playboy of the bigboss house #SidharthShukla pic.twitter.com/116mhMMoV2
— Anand Geed (@AnandGeed) November 16, 2019