મુંબઈ : બિગ બોસ 13 માં એક પછી એક ટ્વિસ્ટ જોવા મળી રહ્યો છે. આ શો એક આકર્ષક વળાંક પર પહોંચી ગયો છે. આ વખતે બિગ બોસમાં નોમિનેશન એક મનોરંજક ટાસ્ક દ્વારા કરવામાં આવ્યું હતું. બિગ બોસે ફોન બૂથને પરિવારના સભ્યોને ટાસ્ક આપ્યો હતો. શેફાલી જરીવાલા કેપ્ટન તરીકે સુરક્ષિત છે. કુલ 11 સ્પર્ધકોને નોમિનેટ કરવામાં આવ્યા હતા. તેમાંથી રશ્મિ દેસાઇ અને હિન્દુસ્તાની ભાઉ સલામત છે.
નવા રિપોર્ટ્સ દાવો કરી રહ્યા છે કે આ વખતે બિગ બોસમાં ડબલ એલિમિશન થઈ શકે છે. બિગ બોસના ફેન ક્લબ પર વાયરલ થયેલા અહેવાલો અનુસાર, આ વખતે સલમાન ખાન કોઈપણ બે સ્પર્ધકોને શોની બહાર કાઢી શકે છે.
કોણ નોમિનેટ થયા ?
આ વખતે 11 સ્પર્ધકોને બેઘર થવા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. આમાં સિદ્ધાર્થ શુક્લા, પારસ છાબરા, અસીમ રિયાઝ, દેવોલીના ભટ્ટાચાર્યજી, ખેસારી લાલ યાદવ, હિમાંશી ખુરાના, વિશાલ આદિત્ય સિંહ, આરતી સિંઘ, શહનાઝ ગિલ, માહિરા શર્મા અને અરહાન ખાનનો સમાવેશ થાય છે.